પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ
વાણી અને વર્તનમાં ઘણો ફેર છે
આધ્યાત્મિક માર્ગની ઈમારતનો પાયો રહેણી કરણી છે. જેટલી રહેણી કરણી સારી એટલો માર્ગ ટૂકો અને સરળ અને જે જે સદગુરુ સંતોના શરણમાં જાય છે તેને સંતો આવો સરળ અને સ્વચ્છ માર્ગ જ બતાવે છે પણ માનવી પોતાના માં બુધ્ધિ ઉપર ચાલીને પોતાને ગમતો માર્ગ અપનાવીને આ સરળ અને સીધા માર્ગને કઠિન બનાવીને કઠણાઈ ઊભી કરે છે અને આપામતમાં અટવાય જાય છે અને ગુરુમત ગુમાવે છે.
જીવને ઠરીને ઠામ થવાનો પ્રયત્ન આરો જ ગુરૂમત છે. જે બહાર ભટકતી વૃત્તિને અંતરમુખ કરે છે. માટે જ સંતોએ કહ્યું છે “ચારેય જુગમાં સંતો થયા તે ચુંદડીના અધિકારી ઓઢીને અભે પદવી પામ્યા જેણે વહેતી વૃત્તિને વાળી” આ બધા સંતોએ ભટકતા મન ઉપર લગામ રાખીને સંત મત મુજબ પોતાની વૃત્તિ રાખીને વાણી એને વર્તનને એક કર્યા અને જીવનમાં સત્યને અપનાવીને સત્ય રૂપ આત્મામાં એકાકાર થયા છે.
ત્રિવિધીના તાપથી ઉત્પન્ન થતાં દુઃખનો અંત અને ઉપાય છે પણ સદગુરુ સંતોએ બતાવેલા રાહે અને ઉપાયે જેમ કીધું છે તેમ કરીએ આપણને આનંદ જરૂર ઉપજે છે. પણ આપણું મૂળ વાત તે (સત્ ચિદાનંદ આત્મા) ને મેલીને બીજું જ ઘણું બધું મેળવવાના ચકરાવામાં ચઢી જઈએ છે એટલે ઉલટું થઈ જાય છે. દુ:ખ ઘટવાને બદલે વધી જાય છે કેમકે આપણે જે આશા, તૃષ્ણા યુક્ત રસ્તો લીધો એ સુખ નથી પણ દુ:ખનો છે માટે તેમાંથી દુ:ખ જ મળે છે.
ગેબી નાથે કહ્યું છે, “એક બ્રહ્મ બોલ્યો નહિ ચાલે તે તો રાહ પકડ્યા છે. આડા વિષયોમાં રહ્યો લપટાય પડે ચોર્યાસીના ખાડે” માત્ર ‘ અહં બ્રહ્માસ્મિ’ કે સોહમ અસ્મિ, કે પ્રજ્ઞાન બ્રહ્મ’ કે આયાત્મા બ્રહ્મ ” કે ‘ તત્વમતિ” નું રટણ કર્યાથી બ્રહ્મરૂપ નથી બનાતું પણ તેની અનુરૂપ રહેણી કરશો અને તેને રાખવી તે સંત મત છે. અને આજે આજ સંત મત ને દ્દઢ કરાવવા ગેબીનાથે કહ્યું છે. “ગુરુ કરે વિષય કરે, જેમ તારે અંધા ચઢે, ગેબી કહે સુન ગુરુભાઈ ગોથું ખાવું પડશે” ગેબીનાથે કહ્યું છે કે, જેમ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કશું દેખાતું નથી અને પાછો તાર (વાયર)ની દોરી ઉપર ચાલે તો એનું બેલેન્સ કેવી રીતે રહે ? એવું જ રહેણી કરણી વિનાની ભક્તિનું છે. સિધ્ધાંત વિનાની સિધ્ધિ મળવી અશક્ય છે. સિધ્ધાંત જ સિધ્ધિનો જન્મદાતા છે. મોટા ભાગે સિધ્ધિનો અર્થ સિમિત અને સગવાડ્યો કરવામાં જીવ પાછો પડતો નથી. તેથી ધારેલા નિશાને પહોંચી શકતો નથી, માટે કબીર સાહેબે કહ્યું છે,
“ચલતે ચલતે ગીર પડા, નગર રહ્યા નૌ કોસ,
બીચમેં હી ડેરા ડાલા, કાં હું કવનમાં દોષ?
જ્યાં પોતે જ રહેણી કારની ચૂકે અને જ્ઞાન વૈરાગ્ય વાળા ભક્તિનો મૂળ માર્ગ મૂકીને મોહ માયાના ઓથે બેસી જય એટલે પંથ કપાવાનો થાય બંધ, એમાં કોને દોષ દેવો? પોતાની અપરિપક્વ માનસિકતા લીધે સાધકમાં ઘણા જીવભાવી મનસુબા ઊભા થાય છે અને ભૌતિક અને સાંસારિક પ્રલોભન ના ચક્કરમાં ફસાય જાય છે. મનને ગમતી પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ જાય છે અને પોતે જ પોતાના ખરા ઉધ્ધારક માર્ગને ભૂલી જાય છે અને જગતની વાહ વાહ માં ભાન ભૂલી અને પોતે જ પોતાના મનની પાસે હરિ અને મનનો ગુલામ બની જાય છે.
“ મન ભૂલ્યું તું માનમાં – ગળ્યું નહિ ગુરુના જ્ઞાનમાં,
રહેણી કરણી ગયું ચુકી, પૂ, જ્ઞાનેશ્વરદાસજી કહે’ ફરતું થયું નાહકના ગુમાનમાં”
પ. પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી કહે છે કે તું માન મોટાઈના મોહ રહેણી કરણી ચુકાવે છે. રહેણી કરણી વિનાનું જીવન નિરકુંશ બનીને અનેક અંરથો સર્જે છે અને થોડી ઘણી કરેલી કમાઈને પણ ધુળ ધાણી કરે છે.
સત્ય અને અસત્યનો ભેદ તો સૌ કોઈ સમજી જ શકે છે. આપણી આંખ બંધ કરી દેવાથી દુનિયાનું અસ્તિત્વ માટી જતું નથી, આપણે પોતે જ આપણો ઉધ્ધાર કરવામાટે ગુરુ શરણમાં સામે ચાલીને ગયેલ છીએ અને આપણને જો આ ભવમાં જ મુક્તિ મેળવવી હશે તો આપણે રહેણી કારની એક કરવી પડશે એના વિના છૂટકો નથી. માટે જ તો કબીર સાહેબે કહ્યું છે “ કહતે હૈ મગર કરતે નહીં, મુખકે બડે લબાડ, ખાયેગા જૂતે કે માર સાહેબ કે દરબાર” જે જાણે છે કહે છે પણ પોતે આચરણ કરતાં નથી તેની ગણતરી કબીર સાહેબે (લબાડ) મુર્ખમાં કરી છે. કેમકે આવા લોકો સાચો માર્ગ જાણતા હોવા છતાં આપ સ્વાર્થમાં ખરા માર્ગને છુપાવીને ખોટા માર્ગે ચાલે છે અને આવા અધર્મને જ ધર્મમાં ખપાવવાને અન્યને પણ એવું આચરણ કરવાથી ફરજ પાડે છે અને અજ્ઞાન, અવિદ્યા અને અંધશ્રધ્ધાનો ફેલાવો કરે છે. સારું થાય સંતોનું કે જેઓ યુગે યુગે અવતરીને આવા અધર્મીઓની ચુંગાલમાંથી જેટલા હાથ આવ્યા એટલાને ઉગાર્યા છે. ધન્યવાદ છે સંતનો માર્ગ બતાવ્યો. સતપંથ ધર્મ આદિ અનાદિથી સનાતન ધર્મ આપણને સદગુરુએ બતાવ્યો. જેના પંથે “જગદગુરુ શ્રી બ્રહ્મલીન કરસનદાસજી મહારાજ”, “જગદગુરુ શ્રી નાનકદાસજી મહારાજ”,”મહંત શ્રી શીવગણદાસજી મહારાજ”, “સંતશ્રી રામદાસબાપુ”,”સંતશ્રી નથ્થુરામ બાપા”,”સંતશ્રી તુલસીબાપા”, “સંત શ્રી નારણબાપા” જેવા આંતઓએ પોતે અગરબતી જેમ સળગી સમાજને જ્ઞાન રૂપી મહેક પ્રસરાવી વર્તમાનમાં ઘણા સંતો મહક પ્રસરાવી રહેલ છે કે જેમણે રહેણી કરણી એક કરીને સદગુરુ એ બતાવેલ રહને વળગીને અભેદ આત્મજ્ઞાન, ભક્તિમાર્ગને પામ્યા. આપણા સૌના પથદર્શક બનાવ્યા અને આવા મહાપુરુષોના જીવનમાં દાખલા દષ્ટાંત આપીને સત્સંગ પ્રવચનમાં આપણને રહેણી કરણીથી જીવવું તે સત્ય જ્ઞાન બતાવ્યું અને રહેણી કરણીમાં રહેવાની શીખામણ આપી છે તો આપણા સતપંથમાં સદગુરુએ બતાવેલા રહને વળગીને અભેદ આત્મજ્ઞાનને પામીએ એજ સત્યજ્ઞાન છે.
જય ગુરુદેવ.