You are currently viewing સાધેલું મન – વરદાન આપનાર દેવતા

સાધેલું મન – વરદાન આપનાર દેવતા

પ.પૂ. જગદગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજના સત્સંગના અંશોમાંથી

સાધેલું મન – વરદાન આપનાર દેવતા

વાસના અને તૃષ્ણા સત્ય નાશી માર્ગ પર દોડતા મનની લગામને ખેંચવી જરૂરી છે. જો તેના પર અંકુશ મૂકવામાં ન આવે અને જ્યાં પણ તે જાય ત્યાં જ જવા દઈએ તો પછી વિનાશ સિવાય બીજું કોઈ પરિણામ આવે નહિ. અધ્યાત્મ (ધર્મનુજ્ઞાન) વિમુખ થઈ ને ભૌતિકવાદી દૃષ્ટિકોણમાં પ્રવૃત્ત મનુષ્ય તે માર્ગ પર એટલો બધો આશીક થઈ જાય છે કે લોટની ગોળી સાથે કાંટો પણ ગળી જનાર માછલીની માફક તેને કાંઈ જ ખબર નથી રહેતી કે આગળ મારું શું થવાનું છે ?

આ પ્રિય લાગનારી પરંતુ પતન તરફ લઈ જતી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવાનું પ્રત્યેક આત્મવાદી માટે જરૂરી છે. જંગલના હાથીને કહ્યાગરો બનાવવામાં જેટલી ઝંઝટ કરવી પડે છે. સિંહને સરકસમમાં ખેલ બતાવવાં જેટલી કેળવણી કરવી પડે છે. શ્રમ ચતુરાઈ તથા ખર્ચ કરવો પડે છે. એટલો જ મનને કુમાર્ગ પરથી પાછુ વાળીને સન્માર્ગ પર ચાલવાની ટેવ વાળુ બનાવવામાં લાગે છે.

આપણા જીવનમાં મનરૂપી ઘોડાને જેમકે સરકસમાં ઘોડા- સિંહો તથા અન્ય જાનવરના ખેલ બતાવવા માટે રીંગ માસ્ટરના આદેશનું પાલન કરે છે. તેમા આ જીવન રૂપી મનના ઘોડાને સદગુરુ બ્રહ્મજ્ઞાનીને જ્ઞાની રૂપી ગુરુના રૂપમાં રીંગ માસ્ટર જરૂર પડે છે. આ મન જ્ઞાનની લગામથી જ સીધું ચાલે છે. આ અઘરા કાર્યને જ સાધના કહેવાય છે.

વસમાં આવી ગયેલું મન દેવતાની માફક પ્રત્યક્ષ વરદાન આપનારું બની જાય છે. આવું સારી રીતે ઘડાયેલું મન જેની પાસે છે તેને આ સંસારમાં કોઈ વસ્તુની ઉણપ નથી રહેતી. તેને વિશ્વ વિજયી માનવામાં આવે છે.

ઈચ્છા શક્તિ અને સંકલ્પ બળની ઉણપનું નામ જ કાયરતા છે. આધ્યાત્મિક ઉદ્દેશની પૂર્તિ માટે મનોબળની સતત જરૂર પડે છે. મનના આવેગનું તોફાન જ્યારે આવે છે ત્યારે પડેલા દુર્ગુણો છોડવાના દુર્બળ નિશ્ચયની વાતને જોત જોતામાં ઉખાડીને ફેંકી દે છે. જપ, તપ, ધ્યાન, ભજન, પૂજન વગેરે કરવાની શરૂઆત થાય છે. પરંતુ થોડા દિવસોમાં જ જોર ઠંડુ પડી જતા જ આળસ આવીને ઘેરી લે છે અને બનાવેલો કાર્યક્રમ છૂટી જાય છે. કેટલીક વખત આ રીતે આત્માની ઉન્નતિ માટેના પ્રયત્નો નિષ્ફળ જતાં ફરીથી હિમંત જ નથી થતી. જેનાથી મનુષ્ય વિચારે છે કે આ બધું મારા વશનું કામ નથી. મારાથી આ બધું નહી નિભાવી શકાય. ભગવાનની ઈચ્છા મારુ કલ્યાણ કરવાની નથી.

આ નકારાત્મક વિચારો નબળા મનનું જ કારણ છે. મને રૂપી હાથીને અંકુશ લેતા જ્ઞાન રૂપી સારથીની જરૂર છે. “ગંગાસતી એ પાનબાઈને સમજાવ્યું કે, “મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ”

“જ્ઞાન ગુરુ ગમ બિના બાત કૈસી,

કોઈ સંત મિલે ઉપદેશી.”

જ્ઞાન ગુરુ કે જે સંતને આ મનરૂપી હાથીને અંકુશમાં લેવા માટેનું બ્રહ્મજ્ઞાન હોય તેજ મનને વશમાં કરવાનું ઉપદેશ આપી શકે. પોથી પંડીતાઈ કરવાથી આ મનરૂપી ઘોડો વશમાં ન આવી શકે અને દિવ્ય જીવનની કળા ન આવી શકે. પછી જે જીવન જીવીએ છીએ તે જીવન પશુઓ પણ જીવે છે. જીવનની સાચી કળા એ આપણા અંતર મનનો આનંદ જ છે. આનંદ બહારના આચરણનો નથી. સાચો આનંદ અંતર મનની કળાનો છે.

“મનુષ્ય રૂપે મુર્ગલા ચરન્તી”

જય ગુરુદેવ

Leave a Reply