પરમ પૂજ્ય જગદગુરુ જ્ઞાનેશ્વરદાસજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી પ્રેરણાપીઠ આરોગ્ય ધામ ખાતે સરકાર દ્વારા સંચાલિત Covid 19 ના ઓક્સિજન સાથે 20 બેડ અને આઇસોલેશનના 120 બેડ ની સુવિધા પ્રેરણાપીઠ ખાતે રમણીય અને પ્રફુલ્લિત વાતાવરણમાં ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ ના સાનિધ્યમાં ઉપલબ્ધ છે. જેની મુલાકાત શિક્ષણ મંત્રી માન.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા ધારાસભ્ય શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, જીલ્લા પ્રમુખ હર્ષદભાઈ ગીરીજી એ લીધી હતી.
શિક્ષણ મંત્રી માન.ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : પીરાણા ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી. અહીંના તંત્ર અને સ્થાનિક ધારાસભ્ય બાબુભાઇ પટેલ દ્વારા ઓક્સિજનની સુવિધા સાથે ૩૦ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્ય સરકારના ‘મારું ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાનને કારણે સંક્રમણ કાબુમાં આવ્યું છે, એ નજરે જોયું. ત્યારબાદ પ્રેરણાપીઠ પીરાણા ના ગાદીપતિ જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ ના આશીર્વાદ પણ લીધા.